અમારા વિશે

સેન્દ્રિય ઉત્પાદનના વેચાણની સુવિધા

જૈવિક ખેતી પોર્ટલ એ વૈશ્વિક સ્તરે સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન આપવા માટે એમએસટીસી સાથે કૃષિ વિભાગ(DAC), કૃષિ મંત્રાલય (MoA)ની એક અનોખી પહેલ છે. જે સેન્દ્રિય ખેતી કરતા ખેડૂતોને તેમની સેન્દ્રિય ખેત પેદાશો વેચવાની સુવિધા આપવા તથા સેન્દ્રિય ખેતી અને તેના ફાયદાઓને પ્રોત્સાહન આપવા માટે એક જ સ્થળેથી ઉકેલ મળે તેવું એક ઉત્તમ માધ્યમ છે.

1

2

જૈવિક ખેતી પોર્ટલ ઇ-કોમર્સ તેમજ જ્ઞાન મંચ છે. આ પોર્ટલના "માહિતી સંગ્રહ" વિભાગમાં સેન્દ્રિય ખેતીને સરળ બનાવવા તથા પ્રોત્સાહન આપવા માટે સેન્દ્રિય ખેતીને લગતા પ્રાસંગીક અભ્યાસો, વિડીયો, ઉત્કૃષ્ટ ખેતી પધ્ધતિ, સફળ વાર્તાઓ અને સેન્દ્રિય ખેતીને લગતી અન્ય સામગ્રીનો સમાવેશ છે. પોર્ટલનો "ઇ-કોમર્સ" વિભાગ અનાજ, કઠોળ, ફળો અને શાકભાજીથી માંડીને સેન્દ્રિય ખેત ઉત્પાદનોનો આખો ગુલદસ્તો પૂરો પાડે છે.

ખરીદકર્તા હવે ખૂબ ઓછા ભાવે પોર્ટલ દ્વારા સેન્દ્રિય ખેત પેદાશોનો લાભ તેઓના ઘરના દરવાજે મેળવી શકે છે. સેન્દ્રિય ખેતી કરતા ખેડુતો આ શ્રેષ્ઠ સેન્દ્રિય પેદાશના ઉત્પાદન માટે રાત-દિવસ કઠોર પરિશ્રમ કરે છે અને બજારની તુલનામાં તેને ખૂબ જ ઓછા ભાવે પોતાના ખેતરના દરવાજેથી તેમજ ખરીદકર્તાના ઘર આંગણા સુધી વિતરણ કરે છે.

3

4

આ પોર્ટલ સેન્દ્રિય ખેતીના સર્વવ્યાપક વિકાસ અને પ્રોત્સાહન માટે વિવિધ હિસ્સેદારો જેવા કે પ્રાદેશિક પરિષદો, સ્થાનિક જૂથો, વ્યક્તિગત ખેડુતો, ખરીદદારો, સરકારી એજન્સીઓ અને ઇનપુટ સપ્લાયરોને જોડતી કડી છે.

આ પોર્ટલ દ્વારા અમે ફોરવર્ડ હરાજી, ભાવ-જથ્થા બોલી, બુક-બિલ્ડીંગ, રીવર્સ હરાજી જેવી વિવિધ પદ્ધતિઓ દ્વારા ખેડૂતોને તેમના ઉત્પાદનો/પેદાશોના શ્રેષ્ઠ ભાવ મેળવવા માટે મદદ કરવા માટે વિવિધ ભાવ શોધવાની પદ્ધતિઓ પ્રદાન કરીએ છીએ.

5

અમારી સુવિધાઓ
ખરીદકર્તાની નોંધણી

સંભવિત ખરીદકર્તા લોગઇન કર્યા વિના ઉત્પાદનો પસંદ કરી શકે છે, જો કે તેઓ કોઈ ઉત્પાદન ખરીદવા માટે તૈયાર હોય ત્યારે, તેઓએ પોર્ટલમાં નોંધણી કરાવવી અથવા લોગ-ઇન કરવું આવશ્યક છે.

વિક્રેતાની નોંધણી

વ્યક્તિગત ખેડૂત પોર્ટલમાં પોતાની નોંધણી કરાવી શકે છે. નોંધણી પછી ખેડૂત પેદાશોની વિગતો, વિતરણ માટે ડિલિવરી મોડ અને ચુકવણા માટેની માહિતી ભરીને પોતાની ઉપજ/પેદાશ ઇ-બજારમાં અપલોડ કરી શકે છે.

સ્થાનિક જુથની નોંધણી

ખેડૂત જૂથ સમગ્ર જૂથની નોંધણી કરી શકે છે. જૂથના નેતાએ ગ્રુપ નોંધણી નંબરનો ઉપયોગ કરીને પોર્ટલમાં નોંધણી કરાવવી જોઈએ. નોંધણી પછી, જૂથના નેતા પોતાના માટે અથવા જૂથના અન્ય ખેડુતો વતી ઉત્પાદનો અપલોડ કરી શકે છે.

ઈનપુટ સપ્લાયરની નોંધણી

ઈનપુટ સપ્લાયરની નોંધણી

બોલીઓ (બીડીંગ)

ઇ-બજાર દ્વારા નિયમિત ખરીદી સિવાય, ખરીદકર્તા બીડીંગ દ્વારા વિક્રેતા દ્વારા ઉપલબ્ધ ઉત્પાદનો પર બોલી લગાવીને ઉત્પાદનો પણ ખરીદી કરી શકે છે. અમે ત્રણ પધ્ધતિઓ દ્વારા બીડીંગ પ્રક્રિયાની સુવિધા પૂરી પાડીએ છીએ: બુક બીલ્ડીંગ, ભાવ– જથ્થા આધારિત બીડીંગ અને રીવર્સ હરાજી

ખરીદકર્તા માટેની માર્ગદર્શિકા

વસ્તુ વિશેની માહિતી (જેવી કે કેટેગરી, કિંમત, વિતરણનો પ્રકાર, રાજ્ય, જિલ્લો અને પ્રમાણપત્ર), ઉપલબ્ધતા, ખર્ચ અને અમને લાગે છે કે વસ્તુ રસપ્રદ રહેશેકે કેમ તે સહિત વિશિષ્ટ ખરીદીનાં પરિણામો પસંદ કરતી વખતે આપણી પાસે વિવિધ પરિબળો છે.